નવ નિર્મિત મહાકાળી મંદિર પાવાગઢ નો ડ્રોન ની નજરે અદભુત નજારો | mahakali temple pavagadh | champaner mahakali mandir | મહાકાળી મંદિર પાવાગઢ | ડ્રોન નો અદભુત નજારો પાવાગઢ
નવનિર્મિત મહાકાળી મંદિર પાવાગઢ માં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે. પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવી છે. જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.
Pavagdhahakali temple શક્તિપીઠ પાવાગઢ જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને હવે ભક્તો માત્ર 40 સેકન્ડમાં જ મહાકાળી માના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ ‘યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. જેની માટે ડુંગર પણ ખોદવામાં આવશે.
Pavagdhahakali temple લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે.
લિફ્ટમાં એકસાથે 12 વ્યક્તિ બેસી શકશે
પ્રાપ્ત વિગત મુજબ, પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણને લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શનમાં મુશ્કેલી આવતી હતી. એને કારણે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ એક લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.
જણાવી દઇએ કે, લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે. એ માટે 130 કરોડનો પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. લિફ્ટ બનાવવાની અને હેલિપેડ, વૉક-વે બનાવવાની કામગીરીના 2 ફેઝ પૂર્ણ થઇ ચૂક્યાં છે અને અત્યારે ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે. પાવાગઢ ડેવલોપમેન્ટ ફેઝ ૩ અંતર્ગત 130 કરોડ રકમની ફાળવણી પણ કરાઈ છે. પાવાગઢ ગબ્બરની બાજુના પર્વતને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવાશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જ્યાર બાદ લિફ્ટ બનાવવા માટે પર્વતની અંદર ખોદકામ કરવાની કામગીરી શરૂ કરાશે.
પાવાગઢ ફક્ત હિંદુઓનું જ ધાર્મિક સ્થળ નથી પરંતુ મુસ્લીમ અને જૈનોનું પણ ધાર્મિક સ્થાન છે. પાવાગઢમાં કરાયેલ પ્રાચીન કારિગરી હજું પણ જોવા મળે છે. અને આ બધું જ બાંધકામ ઇસ્લામી શાસનકાળ દરમિયાન થયેલું છે. તેમાં જુમા મસ્જીદનો પણ સમાવેશ થાય છે. આ મસ્જીદ તેની નકશીકામના કારણે આખા જગતમાં પ્રસિધ્ધ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ છે. આ સ્થળને “સિદ્ધક્ષેત્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે.