POMIS | પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ | પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના | @indiapost.gov.in : પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS) આ સ્કીમ એ નાણામંત્રની દ્વારા માન્ય થયેલી સ્કીમ છે આ સ્કીમ માં રોકાણકારોને દર મહિને વ્યાજ આપવામાં આવે છે. POMIS એ 6.6% ના વ્યાજ દર સાથે સૌથી વધુ કમાણી કરતી યોજનાઓ માંથી એક છે. POMIS ખાતું ખોલેવી દીધા પછી, લોકો પોષણક્ષમતા ઉપર આધારિત યોગ્ય મૂડીનું રોકાણ કરી શકે છે.
પોસ્ટ ઓફિસ દ્વારા દર મહિને ચોક્કસ આવકની ગેરંટી મેળવો. આ સ્ક્રીમ એ ચોક્કસ આવક અને ઓછું જોખમ થી તમારા પૈસાની સાચી વળતર રકમ આપે છે. રોકાણકારોએ MIS દ્વારા માસિક રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની રહેશે. તમે કરેલા રોકાણો પર ની આવક પોસ્ટ ઓફિસ દ્વારા તમને દર મહિને આપવામાં આવશે.
Table of Contents
POMIS યોજનાની ખાસ બાબતો:
- 5 વર્ષની પાકતી મુદત- પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ માટે મહત્તમ કાર્યકાળ 5 વર્ષ છે.
- MIS ધારકોની સંખ્યા- આ યોજના માટે ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 3 વ્યક્તિઓ પોસ્ટ ઓફિસ MIS રાખી શકે છે.
- વારસદાર- MIS માં રોકાણ કરનાર વ્યક્તિના અવસાન થયા બાદ માત્ર વારસદારને જ આ યોજનાના તમામ લાભો મળશે.
- ખાતું ટ્રાન્સફર સુવિધા- રોકાણ કરનાર વ્યક્તિઓ તેમના MIS ખાતાને ભારત દેશમાં ગમે ત્યાં કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકે છે.
- બોનસ- અત્યારે 1લી ડિસેમ્બર 2011 પછી ખોલાવેલા કોઈ પણ ખાતામાં બોનસ આપવાની સુવિધા નથી. તે પહેલા ખોલવામાં આવેલા ખાતા પર 5% બોનસ મળે છે.
- ઇન્કમટેક્સ- MIS યોજનામાંથી કોઈપણ આવક TDS અથવા ઇન્કમટેક્સ હેઠળ આવતી નથી. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ નો કર લાભ શૂન્ય છે.
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમના લાભો
- આ યોજનામાં તમારી થાપણો અને ઉપાડ સહિત નાણાંનો વ્યવહાર ખૂબ જ સરળ રીતે કરી શકાય છે.
- સરકાર તમારા મૂડી રોકાણને પૂરું સમર્થન આપે છે, વળતર સુરક્ષિત છે.
- બીજી કોઈ પણ યોજનાઓની સરખામણીમાં દર મહિને તમારું પ્રીમિયમ ઓછું આવે છે અને સરળતાથી ચૂકવણી કરી શકો છો.
- જે લોકો ઓછું જોખમ લેવા માગતા હોય અને નિયમિત આવક મેળવવા માગતા હોય તેના માટે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ એ ખૂબ જ શ્રેષ્ઠ યોજના છે.
- વરિષ્ઠ નાગરિકો માટે પણ MIS શ્રેષ્ઠ યોજના છે.
- પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમમાં ઓનલાઈન સ્કીમમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં કોઈ જોખમ નથી.
- 5 વર્ષ જેટલો લોકીંગ પીરીયડ આ સ્કીમ માં ઓછામાં ઓછો 5 વર્ષનો લૉક-ઇન પિરિયડ છે જે પાકતી મુદત પછી પાછી ખેંચી શકાય છે.
- આ યોજના હેઠળ રોકાણકાર ફુગાવા દરમિયાન પણ માસિક આવક મેળવી શકે છે.
- આ યોજના હેઠળ એક કરતાં વધુ લોકો સંયુક્ત ધારકો તરીકે એક ખાતું ધરાવી શકે છે.
અત્યારના વ્યાજ દરો:
- સમય મર્યાદા (વર્ષોમાં):- 1, વ્યાજનો દર: 5.50%
- સમય મર્યાદા (વર્ષોમાં):- 2, વ્યાજનો દર: 5.50%
- સમય મર્યાદા (વર્ષોમાં):- 3, વ્યાજનો દર: 5.50%
- સમય મર્યાદા (વર્ષોમાં):- 5, વ્યાજનો દર: 7.6%
POMIS પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ રોકાણની વિગતો:
આ યોજના હેઠળ રોકાણકાર કેટલું રોકાણ કરી શકે છે તે જોઈએ.
- જો સિંગલ એકાઉન્ટ ધારક હોય તો જમા કરવાની ઓછામાં ઓછી રકમ ₹1500 છે અને વધુમાં વધુ ₹4,50,00 છે.
- જો રોકાણકાર સંયુક્ત ખાતું ધરાવે તો રોકાણની વધુમાં વધુ રકમ ₹1500 છે અને ઓછામાં ઓછું ₹9,00,000 છે.
- જો માઇનોર એકાઉન્ટ હોય તો રોકાણની ઓછામાં ઓછી રકમ ₹1500 છે અને વધુ માં વધુ મર્યાદા ₹3,00,000 છે.
રોકાણકારોની વધુમાં વધુ રોકાણ કરવાની મર્યાદા:
સિંગલ એકાઉન્ટ: ₹4,50,000; સંયુક્ત ખાતું: ₹9,00,000; માઇનોર એકાઉન્ટ: ₹3,00,000
ખાસ તમારી સમજ માટે:
- સિનિયર સિટીઝન નાગરિકો માટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના 6.6% છે.
- ઉદાહરણ તરીકે, કોઈ રોકાણકાર 6.60%ના માસિક વ્યાજ સાથે 5 વર્ષ માટે ₹1,00,000નું રોકાણ કરે છે. પોસ્ટ ઓફિસ MIS સ્કીમ અનુસાર નિશ્ચિત માસિક આવક ₹ 550 હશે.
- POMIS આ યોજના 2021 માટે લઘુત્તમ લોક-ઇન સમયગાળો 5 વર્ષ છે.
POMIS – પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના માટે લાયકાત
- POMIS માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
- બીજું કે આ યોજના માટે અરજદાર ભારતમાં રહેતો હોવો જરૂરી છે.
- આ યોજના માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
ખાસ નોંધ: તમે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના સગીર વતી ખાતું ખોલાવી શકો છો. જ્યારે બાળકો 18 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓ ફંડનો ઉપયોગ કરી શકશે. બહુમતીની ઉંમરે પહોંચ્યા પછી, સગીરને તેના નામે એકાઉન્ટ કન્વર્ઝન માટે અરજી કરવી આવશ્યક છે.
કોને લાગુના પડે
આ સિસ્ટમ બિન-નિવાસી ભારતીયોને લાગુ પડતી નથી.
અરજી માટે પ્રક્રિયા
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના માટે કઈ રીતે અરજી કરવી તેના વિશે સ્ટેપ વાઇસ માહિતી મેળવીએ.
ઑફલાઇન અરજી:
POMIS – પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ હેઠળ ખાતું ખોલવા માટે, નીચે આપેલા સ્ટેપ ફોલો કરો-
- આ યોજના હેઠળ રોકાણ કરવા માટે સૌ પ્રથમ, તમારી પાસે પોસ્ટ ઓફિસ બચત ખાતું હોવું જોઈએ. જો તમારી પાસે ન હોય તો તે જ ખાતું ખોલો.
- તમારું બચત ખોલાવ્યા પછી તમારી પોસ્ટ ઓફિસમાંથી અરજી ફોર્મ મેળવો અથવા નીચે આપેલી લિંક પરથી POMIS એકાઉન્ટ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/form/Accountopening.pdf
- જરૂરી ડોક્યુમેન્ટ ની ખરી નકલ સાથે ફોર્મ ભરો અને સબમિટ કરો. તમારે વેરીફીકેશન કરાવવા માટે તમારા ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા.
- રોકાણકારોનું નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરો. નામાંકિત (જો કોઈ હોય તો)
- ઓછામાં ઓછાં રૂ. 1000/- થી ખાતું ખોલો અને રોકડ અથવા ચેક દ્વારા શરૂવાત નું રોકાણ કરો.
POMIS માટે જરૂરી દસ્તાવેજો
- ઓળખનો પુરાવો: સરકાર દ્વારા જારી કરાયેલ આઈડીની નકલ જેમ કે પાસપોર્ટ/મતદાર આઈડી કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/આધાર વગેરે.
- રહેઠાણનો પુરાવો: સરકાર દ્વારા જારી કરાયેલ ID અથવા તાજેતરના ઉપયોગિતા બિલ.
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
મહત્વપૂર્ણ કડીઓ
સત્તાવાર વેબસાઈટ | અહિયાં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
POMIS ની અરજી કરવા માટે ફોર્મ ક્યાંથી મેળવવું?
https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/form/Accountopening.pdf
શું આ યોજના સુરક્ષિત છે?
હા, સરકાર તેને સમર્થન આપે છે, વળતર સુરક્ષિત છે.