Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં. - OJAS JOB

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

Ration Card E-KYC Check : રાશનકાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે, જે રાશનકાર્ડ ધારકો રાશનકાર્ડનું ઈ-કેવાયસી નહીં કરેલ હોય તેઓને રાશન મળતું બંધ થઈ જશે. અને જો તમે રાશન કાર્ડનું ઈ-કેવાયસીની પ્રક્રિયા કરી લીધી છે તો તમારા માટે જાણવું જરૂરી છે કે તમારા રાશનનું ઈ-કેવાયસી હજુ થઈ ગયું છે કે નહીં.

તો હજુ તમે રાશનકાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી અથવા તો રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં તે ચેક કરવાની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે તો આ લેખને છેલ્લે સુધી વાંચજો.

રાશનકાર્ડનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું | Ration Card E-KYC Last Date

સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી રાશનકાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો તમારે તારીખ 15/08/2024 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે નહીંતર તમને રાશન મળતું બંધ થઈ જશે, તો નીચેની પ્રક્રિયા કઈ તમે જલ્દીથી ઈ-કેવાયસી કરી શકશો.

સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડ અને રાશનકાર્ડને સાથે લઈ લેવાનું રહેશે ત્યારબાદ રાશન કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિ છે તેને તમારા રાશન ડીલર પાસે જવાનું રહેશે અહીં રાશન આપતા કર્મચારીને રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરવા માટે કહેવાનું છે, રાશન ડીલર કર્મચારી આધાર કાર્ડ અને અંગૂઠાના નિશાન વડે તમારા રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરી આપશે.

રાશનકાર્ડનું ઈ-કેવાયસી Ration Card E-KYC Check Step by Step

જો તમે પહેલાથી જ રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરી દીધું છે તો તમારા માટે જાણવું જરૂરી છે કે રાશનકાર્ડનું ઈ-કેવાયસી થઈ ગયું છે કે નહીં, આ માટે તમારે નીચે મુજબનું કાર્ય કરવું પડશે.

  • સૌપ્રથમ તમારે માય રાશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે મોબાઇલ નંબર દાખલ કરવાના રહેશે.
  • મોબાઈલ નંબર દાખલ કરતા જ ઓટીપી આવશે.
  • આ ઓટીપી દાખલ કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન જોવા મળશે.
  • આ ઘણા બધા ઓપ્શનમાંથી તમારે “મોબાઈલ સોડીંગ” નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ ઓપ્શન ક્લિક કરતા ની સાથે જ તમારી સામે ઘણી બધી માહિતી આવશે, આ માહિતી વાંચે તમારે નીચે ચેકબોક્સ પર ટીક કરી આગળ વધવાનું રહેશે.
  • ત્યારબાદ રાશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનું ઓપ્શન આવશે, જેમાં રાશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી આગળ વધો.
  • હવે તમારા રાશનકાર્ડમાં જેટલાના નામ હશે તે બધા નામ તમારી સામે આવી જશે.
  • આ ઉપરાંત અહીં તમારા રાશનકાર્ડનું ઈ-કેવાયસી થઈ ગયું હશે તો ઈ-કેવાયસી ઓન લખેલું આવશે અને તેની સામે જે તારીખે ઈ-કેવાયસી થયું હશે તે તારીખ લખેલી આવશે.
  • જો ઈ-કેવાયસી નહીં થયું હોય તો ઈ-કેવાયસી પેન્ડિંગ લખેલું આવશે.

આમ આ રીતે તમે ઘરે બેઠા ફક્ત બે જ મિનિટમાં ચેક કરી શકો છો કે તમારા રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં અને હજુ સુધી તમે રાશનકાર્ડના ઈ-કેવાયસીની પ્રક્રિયા કરી જ નથી તો 15 ઓગસ્ટ પહેલા ઈ-કેવાયસી કરાવી લેજો નહીંતર તમને રાશન મળતું બંધ થઈ જશે, ધન્યવાદ.

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય